Vadodara : દંતેશ્વર વિસ્તારમાં ભૂમાફિયા સામે ફરિયાદ, ખોટા દસ્તાવેજો બનાવી કર્યો હતો કબજો

|

Jan 21, 2023 | 9:47 AM

16 હજાર ચોરસ મીટરની સરકારી જમીન પર ત્રણ ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજો બનાવી બંગલો બનાવ્યો હતો. સાથે જ ટેનામેન્ટની સ્કીમ પણ લોન્ચ કરી હતી. આરોપીઓએ શરતફેર, બિનખેતી અને પેઢીનામાના ખોટા દસ્તાવેજો ઉભા કરીને સરકારી જમીન પોતાના નામે ચઢાવી લીધી હતી.

વડોદરામાં દંતેશ્વર વિસ્તારમાં 100 કરોડની સરકારી જમીન પર કબજો કરનાર 3 ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 16 હજાર ચોરસ મીટરની સરકારી જમીન પર ત્રણ ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજો બનાવી બંગલો બનાવ્યો હતો. સાથે જ ટેનામેન્ટની સ્કીમ પણ લોન્ચ કરી હતી. આરોપીઓએ શરતફેર, બિનખેતી અને પેઢીનામાના ખોટા દસ્તાવેજો ઉભા કરીને સરકારી જમીન પોતાના નામે ચઢાવી લીધી હતી.

તંત્રની કામગીરીને કોંગ્રેસના કોર્પોરેટરે સરાહના કરી

સમગ્ર મામલો સામે આવતા કલેક્ટરે સરકારી જમીન પર કબજો કરનારા ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ તંત્રની કામગીરીને કોંગ્રેસના કોર્પોરેટરે સરાહના કરી હતી. તેમજ ભૂમાફિયા સામે કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરી હતી.

આ પહેલા અમદાવાદમાં ગેરકાયદે જમીન પચાવી પાડવાની ઘટનામાં કલેકટરે ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરી હતી. 74 કેસની સમીક્ષા બાદ 5 કેસમાં 10 શખ્સો વિરુદ્ધ FIR કરવામાં આવી તેવી કલેકટર સંદીપ સાંગલેએ માહિતી આપી હતી. અત્યાર સુધી 817થી વધુ કેસમાં 331 લોકો વિરુદ્ધ FIR કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

Published On - 9:19 am, Sat, 21 January 23

Next Video