અમદાવાદ (Ahmedabad)માં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCએ લાલ આંખ કરી છે. પ્રોપર્ટી ટેક્સ (Property tax) બાકી હોય તેવી મિલકતોને સીલ કરાવા ઝુંબેશ શરૂ કરી છે. ટેક્સ માફીની યોજના જાહેર કર્યા બાદ પણ ટેકસ નહીં ભરનાર મિલકત ધારકોને આખરી નોટીસ આપ્યા બાદ મિલકતો સીલ (Property sealed) કરવામાં આવી છે.
છેલ્લા એક મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ હોય તેવી 7901 મિલકતો સીલ કરવામાં આવી છે. આ માટે AMCએ ઝોન પ્રમાણે મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. કોમર્શિયલ એકમો બાદ રહેણાંક એકમો સામે પણ AMCએ કાર્યવાહી શરૂ કરી છે. રહેણાંક એકમોના પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર મિલકત ધારકોને પણ નોટીસ આપવાનું શરૂ કર્યું છે. કરદાતાઓને રાહત આપવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટેક્સ માફીની જાહેરાત બાદ પણ બાકી રહેલો ટેક્સ ન ભરાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ તરફ પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે AMC લોક દરબાર યોજશે. 4 માર્ચના રોજ શહેરના 7 ઝોનમા ટેક્સની ફરિયાદો માટે વિશેષ સેવાસેતુ યોજાશે. જેમાં નાગરિકોની ટેક્સ બિલ અંગેની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. જેમાં 48 કલાકમા ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે. ટેક્સ બિલમા નામ ટ્રાન્સફર, નામ સુધારા અને ટેક્સના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-