ગુજરાતમાં ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સમાવવાને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કરી આ ટિપ્પણી

|

Mar 18, 2022 | 10:23 PM

મનીષ સિસોદિયાએ આ નિર્ણયનો વિરોધ ન કર્યો, પરંતુ તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હું આ નિર્ણયનું સ્વાગત કરું છું, આ એક સારો નિર્ણય છે. પરંતુ જે લોકો તેને લઈને આવ્યા છે, તેઓએ પહેલા તેમના જીવનમાં ગીતાનું પાલન કરવું જોઈએ. ત્યાર બાદ જ આવો નિર્ણય લેવો જોઈએ.

ગુજરાતની(Gujarat)  શાળાઓમાં ભગવદ ગીતા(Bhagavad Gita)  ભણાવવાને લઈને વિવાદ શરૂ થયો છે. જેમાં ધોરણ 6 થી 12મા અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. ગુજરાત સરકારે આ માહિતી આપી છે. હવે આ અંગે દિલ્હીના શિક્ષણ મંત્રી અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું (Manish Sisodiya) નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમના કાર્યો રાવણના છે અને તેઓ ભગવત ગીતાની વાત કરી રહ્યા છે.જો કે મનીષ સિસોદિયાએ આ નિર્ણયનો વિરોધ ન કર્યો, પરંતુ તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હું આ નિર્ણયનું સ્વાગત કરું છું, આ એક સારો નિર્ણય છે. પરંતુ જે લોકો તેને લઈને આવ્યા છે, તેઓએ પહેલા તેમના જીવનમાં ગીતાનું પાલન કરવું જોઈએ. ત્યાર બાદ જ આવો નિર્ણય લેવો જોઈએ.

બાળકોને ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો શીખવવામાં આવશે

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, બાળકોને રસ અને સમજ પડે તે પ્રમાણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે. પાઠ્યપુસ્તકમાં વાર્તા, પઠન-પાઠન વગરે સ્વરૂપે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે, તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ભગવદ્ ગીતાના ગુણો, મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકાર્યા છે.ગુજરાત સરકાર દ્વારા ચૂંટણીના થોડા મહિના પૂર્વે જ આ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે હવે વિરોધ પક્ષો સરકારની ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.

આ પણ વાંચો : Vadodara: SSG હોસ્પિટલમાં એલાર્મ સિસ્ટમમાં ખામી સર્જાતાં, ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ

આ પણ વાંચો : Kheda: પલાણા ગામે હોળી પર્વની અનોખી ઉજવણી, વર્ષોથી હોળીના સળગતા અંગારા ઉપર ચાલવાની રહી છે પરંપરા, જુઓ ફોટા

Published On - 10:17 pm, Fri, 18 March 22

Next Video