Winter 2022: અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત્, ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું

|

Jan 29, 2022 | 9:54 AM

ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાત (Gujarat)માં હવામાન વિભાગની આગાહીના પગલે કાતિલ ઠંડી (cold)નો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી હતી. જેના પગલે ઠંડીની અસર વર્તાઈ રહી છે. રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યના 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. 5.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. ગાંધીનગર અને કેશોદમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનના પારો 9.8 ડિગ્રી નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટશે.

ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે.

ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવી દીધા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ. હવે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઇ રહ્યા છે ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.

આ પણ વાંચો- Dr V Anantha Nageswaran એ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો, અમદાવાદ સાથે ધરાવે છે આ વિશેષ સંબંધ

આ પણ વાંચો- Ahmedabad: ધંધુકામાં યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ, રવિવારે ધંધુકા બંધની જાહેરાત

Next Video