CM નું હેલિકોપ્ટર ટેક ઓફ જ ન થયું! ‘ઉડાન’ને વારંવાર કેમ લાગે છે બ્રેક?

CM નું હેલિકોપ્ટર ટેક ઓફ જ ન થયું! ‘ઉડાન’ને વારંવાર કેમ લાગે છે બ્રેક?

| Edited By: | Updated on: Dec 27, 2023 | 7:52 PM

ગુજરાતના મુખ્યપ્રધાનનું સરકારી હેલિકોપ્ટર ફરી એકવાર ઉડાન નહીં ભરી શક્યાના સમાચાર છે. કચ્છ પ્રવાસ દરમિયાન ફરી એકવાર આ પ્રકારે હેલિકોપ્ટર ટેક ઓફ નહીં થવાને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રવાસને અસર થઈ છે. વિમાન અને હેલિકોપ્ટરને લઈ વારંવાર શેડ્યૂલ ખોરવાઈ જવાને લઈ હવે સવાલ સર્જાયા છે.

વધુ એકવાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને હવાઈ યાત્રાને લઈ પરેશાની ભોગવવી પડી છે. ખાવડા પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર ટેક ઓફ નહીં થવાને લઈ મોટર માર્ગે પ્રવાસ કરવો પડ્યો હતો. આ ઘટના બાદ હવે રાજ્યના સિવિલ એવિએશન વિભાગ સામે સવાલો થવા લાગ્યા છે. વારંવાર મુખ્ય પ્રધાનને હવાઈ યાત્રાને લઈ સમસ્યાઓનો સામનો કરવાની ઘટનાઓ છેલ્લા બે મહિનામાં જોવા મળી રહી છે.

રાજ્યપાલને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. રાજ્યપાલ માટે પણ હવાઈ યાત્રા સમયે હેલિકોપ્ટર કે તેનો પાયલટ ઉપલબ્ધ ના હોય એવી સ્થિતિ પણ સર્જાઈ હતી. મુખ્ય પ્રધાન માટે તો હેલિકોપ્ટર જ મોકલવાનું ભુલાઈ ગયું હોવાની પણ ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ  ઉત્તર ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીઓ આચરતી બિજુડા ગેંગ ઝડપાઈ, સાબરકાંઠા LCBને મળી મોટી સફળતા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 27, 2023 07:20 PM