Gujarati Video: રાજકોટના દૈનિક 3 લાખ લોકોને ટ્રાફિકથી મળશે રાહત, CM કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું કરશે લોકાર્પણ
Rajkot News : બ્રિજ તૈયાર થતા રાજકોટના રોજના 3 લાખ લોકો ટ્રાફિકથી મુક્ત થશે. ગોંડલ નેશનલ હાઈવેથી શહેરમાં આવ્યા વગર સીધું ભાવનગર હાઈવે જઈ શકાશે અને ત્યાંથી અમદાવાદ-ચોટીલા હાઈવે પર જવાશે.
છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં લોકોને ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હવે રાજકોટના દૈનિક 3 લાખ લોકોને ટ્રાફિકથી રાહત મળશે. સાથે રાજયભરના વાહનચાલકો અને શહેરીજનોને પણ ટ્રાફિકને લઈ હવે મોટી રાહત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું આજે લોકાર્પણ થશે. મુખ્યમંત્રી આ બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે.
શાળા કોલેજના વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો
બ્રિજ તૈયાર થતા રાજકોટના રોજના 3 લાખ લોકો ટ્રાફિકથી મુક્ત થશે. ગોંડલ નેશનલ હાઈવેથી શહેરમાં આવ્યા વગર સીધું ભાવનગર હાઈવે જઈ શકાશે અને ત્યાંથી અમદાવાદ-ચોટીલા હાઈવે પર જવાશે. કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક પાસે રૂ.73.19 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયુ છે. બ્રિજની લંબાઈ 360 મીટર છે જયારે પહોળાઈ 9.25મીટર છે. બ્રિજના નિર્માણથી કાલાવડ રોડ પરનો ટ્રાફિક હળવો થશે. તેનાથી શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. સાથે જ મેટોડા GIDC તરફ જતા ઉદ્યોગકારો અને કર્મચારીઓ તેમજ કાલાવડ જતા લોકોને પણ તેનો લાભ મળશે.
ઉપરાંત કાલાવડ રોડ પર એ.જી. ચોક પાસે રૂપિયા 28.25 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ પણ ખુલ્લો મુકાશે. બે વર્ષના સમયગાળામાં આ બ્રિજ તૈયાર થયો છે. તેમજ રૈયામાં ઈલેક્ટ્રીક ગેસ આધારીત સ્મશાનનું લોકાર્પણ પણ આજે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
