આજે CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે: શહેર અને જિલ્લામાં 217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

|

Dec 26, 2021 | 8:14 AM

CM ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં 217.25 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તો રાજ્યકક્ષાના 'ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત' સાયક્લોથોનને ફ્લેગ ઓફ આપશે.

Surat: આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરતની મુલાકાતે છે. ત્યારે મુખ્યમંત્રી સુરત શહેર-જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં CM 217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી સુરતથી રાજ્યવ્યાપી ‘નદી ઉત્સવ’નો (Nadi Mahotsav) શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત’ (Fit India Fit Gujarat) સાયક્લોથોનને પણ મુખ્યમંત્રી ફ્લેગ ઓફ આપશે.

જણાવી દઈએ કે રાજ્યમાં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાશે નદી મહોત્સવ. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી, સુરતમાં તાપી નદી સહિત ત્રણ નદીઓ પર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની સાબરમતી નદી પર ચાર થીમ જેમ કે, સફાઈ દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની થઈ રહેલી ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે.

જેમાં સાબરમતીના તટ પર અમદાવાદ ખાતે, નર્મદા નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમ જ તાપીના તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. તો આ આયોજનને લઇ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. અને કહ્યુ કે, સરકારના પાપે જ નદીઓ પ્રદૂષિત થઇ છે. અને હવે તેઓ નદી મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છે.

 

આ પણ વાંચો: Ukraine Russia Issue : યુક્રેનને દેશ પર હુમલાની આશંકા, રાષ્ટ્રપતિએ અમેરિકી સાંસદો સાથે રશિયા સાથે ચાલી રહેલા તણાવ અંગે કરી ચર્ચા

આ પણ વાંચો: Corona Blast: રાજકોટની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, આ 3 શાળાઓના 11 વિદ્યાર્થી અને 3 શિક્ષકોને કોરોના

Next Video