વધતા કોરોનાને લઈને CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત પહેલા કયા વિષયે થશે ચર્ચા?

|

Dec 23, 2021 | 9:27 AM

Corona In Gujarat: વધતા કોરોના અને ઓમિક્રોનના કેસોને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક યોજશે. વાયબ્રન્ટથી લઈને કોરોના સુધીના મુદ્દે ચર્ચા થશે.

Gandhinagar: વધતા કોરોના અને ઓમિક્રોનના (Omicron in Gujarat) કેસોને લઈને સરકાર ચિંતિત જોવા મળી રહી છે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સમીક્ષા બેઠક યોજવાના છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસો વધતા આજે સમીક્ષા બેઠક યોજાશે એવી માહિતી સામે આવી છે. આરોગ્ય પ્રધાન, આરોગ્ય અધિક મુખ્ય સહિતના અધિકારી આ બેઠકમાં હાજર રહેશે. તપ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા તમામ તૈયારીઓ અંગે પણ બેઠકમાં થશે ચર્ચા.

આ તરફ રાજ્યમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. અને દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાના 91 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 26 નવા કેસ સામે આવ્યા. તો સુરતમાં 17, રાજકોટમાં 15, વડોદરામાં 12 નવા દર્દીઓ મળ્યા. વલસાડમાં 6, જામનગરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડામાં 2-2, કચ્છ, આણંદ, તાપી, અમરેલીમાં પણ એક એક સામે આવ્યો. તો દેવભૂમિ દ્વારકા અને સુરતમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના નવ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં પાંચ કેસ જ્યારે આણંદ અને મહેસાણામાં બે-બે કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 23 કેસ થઇ ગયા છે. જેમાં અમદાવાદમાં 7 કેસ, વડોદરા 3 કેસ, જામનગરમાં 3 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ અને સુરતમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: વધુ બે ખાનગી સ્કૂલોમાં કોરોનાથી ખળભળાટ, ધો-11 અને ધો-2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: ‘પેપર લીક કાંડમાં ભાજપનો કાર્યકર હશે તો પણ નહીં છોડાય’: જીતું વાઘાણીના આ નિવેદન પર કોંગ્રેસના મનીષ દોશીનો કટાક્ષ, જાણો

Published On - 9:25 am, Thu, 23 December 21

Next Video