Gujarati VIDEO : રાજ્યમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કોરોનાના વધતા કેસ સહિત આ મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના

|

Mar 23, 2023 | 12:09 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે.જેમાં કોરોનાના વધતા કેસ, કમોસમી વરસાદ અને કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા થનારી છે.

Gandhinagar  :રાજ્યમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે.જેમાં કોરોનાના વધતા કેસ, કમોસમી વરસાદ અને કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા થનારી છે. તો આજે મળનારી કેબિનેટની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

માવઠાને કારણે ખેડૂતોનો મહામુલો પાક નાશ પામ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે કોરોના અંગેની સ્થિતિ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. તો રાજ્યમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. આપને જણાવી દઈએ કે, એક અઠવાડિયાથી રાજ્યમાં અમરેલી, કચ્છ, જુનાગઢ અને બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોનો મહામુલા પાકનો નાશ થયો છે.

ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાયડો, વરિયાળી, ધાણા, શેરડી, જીરું, ઘઉં, ઇસબગુલ, કપાસ, કેસર કેરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતો પાયમાલ બન્યાં છે. જેથી ભારતીય કિસાનસંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અને તાત્કાલિક સર્વે કરાવી સરકાર યોગ્ય વળતર ચૂકવે તેવી માગ કરી છે. જો સરકાર તાત્કાલિક વળતર નહીં આપે તો ખેડૂતોનો ખાવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી કેબિનેટ બેઠકમાં તેની પણ ચર્ચા કરવામાં આવશે.

Next Video