Gandhinagar: દોઢ વર્ષથી અટકી પડી હતી ખેલાડીની સહાય, CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા ચપટી વગાડતા થઇ ગયું કામ

|

Dec 29, 2021 | 6:53 AM

Gandhinagar: દોઢ વર્ષથી અટકી પડેલી સહાયના કારણે ટેનિસ ખેલાડી વિશેષ પટેલ હેરાન થઇ ગયા હતા. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા માત્ર 2 દિવસમાં જ તેનો નિવેડો તેમને લાવી આપ્યો છે.

Gandhinagar: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) એક ટેનિસ ખેલાડીની (Tennis player) મદદે આવ્યા છે. આ ટેનિસ ક્ષેત્રે નામ ઉજ્વળ કરવા માંગતા ખેલાડીનું નામ છે વિશેષ પટેલ (Vishesh Patel). દોઢ વર્ષથી આ પરિવાર સહાય માટે ધક્કા ખાઈ રહ્યો હતો. તેમનું કહેવું છે કે અનેક રજૂઆત કરી હોવા છતા ખેલાડીને સહાય મળી રહી નહોંતી. જ્યારે આ પરિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી તો માત્ર બે જ દિવસમાં તેમનું કામ થઇ ગયું.

CM ને રજૂઆત બાદ માત્ર 2 જ દિવસમાં સહાયની રકમ બેંકમાં પહોંચી ગઈ. દોઢ વર્ષથી જે કામ થઇ રહ્યું ન હતું, એ થઇ જતા ખેલાડીના પરિવારમાં આનંદ જોવા મળી રહ્યો છે. ટેનિસ ખેલાડી વિશેષ પટેલના કહેવા પ્રમાણે આ સહાય મળવાથી તેમને ખુબજ મદદ થઈ છે. વિશેષ પટેલ વધુ મહેનત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું નામ રોશન કરવા માંગે છે.

 

આ પણ વાંચો: Budh shanti puja: શું બુધ ગ્રહની નબળી સ્થિતિ સર્જી રહી છે સમસ્યા ? આજે જ અજમાવો બુધની શાંતિ માટેના આ સરળ ઉપાય

આ પણ વાંચો: Ahmedabad: AMC ના કમિશનર તરીકેનો લોચન સેહરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું ‘હાલ કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા’

Next Video