ગિરનાર પરિક્રમા દરમિયાન પદયાત્રીઓએ ઠલવ્યો 1.20 લાખ ટન કચરો, સફાઈ અભિયાન હાથ ધરાયું

| Edited By: | Updated on: Nov 29, 2023 | 4:41 PM

ગિરનાર જેવા જંગલ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિ માટે ઘાતક બની શકે છે આવા સમયે સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી છે. તળેટી ક્ષેત્રમાં 1.20 લાખ ટનથી વધુ કચરો એકઠો કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ મનપા અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પણ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહી છે.

જૂનાગઢમાં લીલી પરિક્રમાના માર્ગ પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે. જેના પગલે લાખો ટન કચરો એકઠો થાય છે. ગિરનાર જેવા જંગલ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિ માટે ઘાતક બની શકે છે આવા સમયે સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી છે.

આ પણ વાંચો સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠા સ્વરૂપે આવેલા વરસાદે વેર્યો વિનાશ, ખેતરમાં ઉભો પાક થઈ ગયો સાફ- વીડિયો

તળેટી ક્ષેત્રમાં 1.20 લાખ ટનથી વધુ કચરો એકઠો કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ મનપા અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પણ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહી છે. 30 નવેમ્બર સુધીમાં 36 કિલોમીટરના પરિક્રમા માર્ગમાં સંપૂર્ણ સફાઈ થઈ જશે તેવું અનુમાન છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો