Surat : કાપોદ્રામાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પિતાએ ઠપકો આપતા તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યુ

Surat : કાપોદ્રામાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પિતાએ ઠપકો આપતા તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યુ

| Edited By: | Updated on: May 24, 2022 | 10:06 AM

સુરતના કાપોદ્રામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

Surat News : સુરતના (Surat City) કાપોદ્રામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીએ તાપી નદીમાં(Tapi River)  કૂદીને જીવન ટૂંકાવ્યું છે.વાહન ચોરીના કેસમાં પોલીસે(Kapodra police)  બોલાવ્યા બાદ પિતાએ ઠપકો આપતા આ પગલુ ભર્યુ હતુ.પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

પિતાએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યુ હોવાની પ્રાથમિક માહિતી

થોડા દિવસો અગાઉ ધોરણ-10ના વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા વિદ્યાર્થીએ એક સુસાઇટ નોટ (Suicide case) પણ લખી હતી. જેમાં વિદ્યાર્થીના કાકાએ તેને ઠપકો આપતા તેણે જીવન ટૂંકાવ્યુ હતુ. વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. સાથે વિદ્યાર્થીએ એવું પણ લખ્યું હતુ કે કાકાએ જે શંકા વ્યક્ત કરી છે તે ખોટી છે. સૂત્રોનું કહેવું છે કે વિદ્યાર્થીએ તેના કાકીને ફોન કર્યો હતો. આ વાતને લઈને કાકાએ અમુક શંકા-કુશંકા કરી હતી. જે બાદમાં કાકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો.

Published on: May 24, 2022 10:00 AM