સુરતમાં આવકવેરા વિભાગનો સ્ટેનોગ્રાફર લાંચ લેતા ઝડપાયો છે. આવકવેરા વિભાગનો સ્ટેનોગ્રાફર 2500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. બાતમીના આધારે ACBએ ટ્રેપ ગોઠવી સ્ટેનોગ્રાફરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ઇન્કમટેક્સની અડાજણ ખાતે આવેલી ઓફિસમાં તે ફરજ બજાવે છે. અરજદારે ભૂલથી વધુ રકમ TDS તરીકે ભરી હતી. આ રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી કર્યા બાદ, સ્ટેનોગ્રાફરે તે રકમ પાછી આપાવવા લાંચની માગ કરી હતી.
આ પણ વાંચો : Surat : ઈન્ડોર સ્ટેડિયમમાં 7થી8 હજાર લોકોએ નિહાળ્યો પીએમ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ, જુઓ Video
આ અગાઉ વડોદરાના કરજણ સેવાસદનમાં મામલતદાર લાંચ લેતા ઝડપાયો હતો. વડોદરા કરજણ સેવાસદનમાં એસીબીએ મામલતદારને રંગે હાથ ઝડપ્યો હતો. વહીવટી મામલતદાર રાજુ પટેલ 30 હજારની લાંચમાં ઝડપાયો હતો. આરોપીએ સુજલામ સુફલામ યોજનામાં માટી પુરાણના કામ માટે લાંચ માગી હતી. મામલાદાર વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…