Gujarati Video : મહેસાણા નગરપાલિકાના ટીબી રોડ પર આવેલા સિટી સિવિક સેન્ટરનું CMના હસ્તે કરાયું ઈ-લોકાપર્ણ
મહેસાણા નગરપાલિકાના ટીબી રોડ પર આવેલા સિટી સિવિક સેન્ટરનું બે વર્ષમાં બે વખત ઉદઘાટન કરાયું છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરાયું છે.
Mehsana : મહેસાણા નગરપાલિકાના ટીબી રોડ પર આવેલા સિટી સિવિક સેન્ટરનું બે વર્ષમાં બે વખત ઉદઘાટન કરાયું છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરાયું છે. આ પૂર્વે 2021માં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ લોકાપ્રણ કર્યું હતું. આ બંને ઉદઘાટનની તક્તીઓ પણ લાગેલી છે.
રાજ્યની 22 મોટી નગરપાલિકાઓમાં મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ પ્રજાની સુવિધા વધારવા અત્યાધુનિક સિવિક સેન્ટર તૈયાર કરાયા છે. આ સિવિક સેન્ટરના સ્ટાફનો પગાર અને અન્ય તમામ ખર્ચાઓ રાજ્ય સરકાર ભોગવશે. જેથી નગરપાલિકા પરથી ભારણ ઓછું થશે અને પ્રજાને મળતી સુખ-સગવડોમાં વધારો થશે.
આ પણ વાંચો : Mahesana : ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video
તો બીજી તરફ પાલનપુરમાં નગરપાલિકાના જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરીને અનેક જાહેરાત કરી છે. રાજ્યની 22 નગરપાલિકાના જનસેવા કેન્દ્રનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં લોકોને સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ મુખ્યપ્રધાને અંબાજીમાં ચેટબોર્ડ સુવિધા શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. જેથી ભક્તો પોતાના ઘરે બેસીને પણ મા અંબાના દર્શન કરી શકશે.
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
