શહેરીજ્નોની સુવિધા માટે શરૂ કરાયેલ સિટી બસ સેવા સાથે વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ચાર રસ્તા કે ક્રોસિંગ પર પણ બેફામ બસ હંકારવાને લઈ મસ મોટી ઘાટનો ભૂતકાળમાં બની છે જે બંધ થવાનું નામ નથી લેતી
સુરતના રાંદેરમાં સીટી બસને અકસ્માત નડ્યો છે. ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે બસ અથડાઈ હોવાની ઘટના બની છે, સુરત શહેરમાં સતત સિટી બસ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ઉમેરો થયો છે.
છાશવારે બનતી આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે જેમાં વધારો થયો છે, વધુ એક અકસ્માતની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા સિટી બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
ભૂતકાળમાં સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયા હોવાની ઘટના પણ સામે આવી ચુકી છે. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પાલનપુર પાટિયા પાસે સિટી બસ પસાર થઇ રહી હતી આ દરમ્યાન ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈદર પર બસ ચડાવી દેતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : ચાલુ બાઈકે યુવકને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન થયુ મોત, જુઓ Video
ધડાકાભેર બસ અથડાતાં અકસ્માતની આ ઘટનામાં બસને પણ ભારે નુકશાન પહોચ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ બસને મોટા પાયે નુક્શાન થયુ હતું. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થયું હતું.