આણંદની હોસ્પિટલમાં છ માસના બાળકનું મોત થતા પરિવારજનોએ કર્યો હોબાળો

આણંદની હોસ્પિટલમાં છ માસના બાળકનું મોત થતા પરિવારજનોએ કર્યો હોબાળો

| Edited By: | Updated on: Nov 03, 2023 | 7:29 PM

આણંદના ઉમરેઠમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ હોબાળો કર્યો છે. ધુળેટા ગામના 6 માસના બાળકને ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત થતાં પરિવારજનોએ ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. ઉમરેઠ પોલીસે ટોળાને સમજાવી બબાલ પર અંકુશ મેળવ્યો.

આણંદના ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોનો હોબાળો સામે આવ્યો છે. ઉમરેઠની શ્રીજી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામના 6 માસના બાળકને ન્યુમોનિયા થતા દાખલ કરવામાં આવ્યો હતો.

ગત રાત્રીએ છ માસના બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોનો ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ છે.  ધુળેટા ગામના બાળકના પરિવારજનો સાથે ટોળાએ હોસ્પિટલમાં  હોબાળો કર્યો હતો. જોકે આ બાદ ઉમરેઠના પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. ઉમરેઠ પોલીસે ટોળાને સમજાવી બબાલ પર અંકુશ મેળવ્યો હતો.

આ પણ વાંચો : આણંદમાં લોક ડાયરા દરમિયાન પાટીદાર આગેવાન ગગજી સુતરિયાનું વિવાદિત નિવેદન થયું વાયરલ, સાંભળો દીકરીઓ વિશે શું કહ્યું

મૃતક બાળકના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ અરજી પણ આપી. મૃત બાળકના પરિવારજનોની પેનલ ડોક્ટર દ્વારા પીએમની માગ કરવામાં આવી હતી.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો