Gujarat : ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીની દહેશત વધી, એક્શનમાં પોલીસ વિભાગ

|

Jan 08, 2023 | 8:27 AM

રાજ્યના શહેરોની તસવીર, જ્યાંથી ઝડપાયા છે મોતની દોરીના સોદાગરો. ભાવનગરમાં 171 ફીરકીઓ સાથે 4 લોકો ઝડપાયા, તો પાટણમાં ચાઇનીઝ દોરીના નામે તોડ પાડતા બોગસ પત્રકારો ઝડપાયા. આ તરફ અમદાવાદમાં ઓનલાઇન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સો 22 ફીરકી સાથે ઝડપાયા.

જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ ચાઇનીઝ દોરીની દહેશત વધી રહી છે. રાજ્યમાં પાછલા એક માસમાં ચાઇનીઝ દોરી 5 યુવાનોનો ભોગ લઇ ચૂકી છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. રાજકોટના પોપટપરામાં ચાઇનીઝ દોરીથી યુવક ઘાયલ થયો, ત્યારે ઉડતી આફતરૂપ વેચાતી ચાઇનીઝ દોરી સામે રાજ્યભરની પોલીસ એક્શનમાં જોવા મળી. રાજ્યના શહેરોની તસવીર, જ્યાંથી ઝડપાયા છે મોતની દોરીના સોદાગરો. ભાવનગરમાં 171 ફીરકીઓ સાથે 4 લોકો ઝડપાયા, તો પાટણમાં ચાઇનીઝ દોરીના નામે તોડ પાડતા બોગસ પત્રકારો ઝડપાયા. આ તરફ અમદાવાદમાં ઓનલાઇન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સો 22 ફીરકી સાથે ઝડપાયા. જોકે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ મામલે હાઇકોર્ટની નારાજગી જોવા મળી. હાઇકોર્ટ સરકારને બેઠકો છોડીને ઠોસ કામગીરી કરવા આદેશ કર્યો.

ચાઇનીઝ દોરી ન વાપરવા ગુજરાત પોલીસની અપીલ

તો આ તરફ ગુજરાત પોલીસે જુદા જુદા પોસ્ટર બનાવીને ચાઇનીઝ દોરીથી થતા નુકસાન સમજાવી ચાઇનીઝ દોરી ન વાપરવા અપીલ કરી છે. ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિકની દોરી, કાંચના મિશ્રણયુક્ત દોરી, તેમજ તુક્કલ પર પ્રતિબંધ હોવાનું એક પોસ્ટર જાહેર કર્યુ છે.  સાથે જ પોલીસે એવી અપીલ પણ કરી છે કે જનતાને પણ કોઇપણ વિસ્તારમાં આવી વસ્તુ ઓના વેચાણ વિશે જાણકારી મળે તો તાત્કાલિક 100 નંબર પર પોલીસને માહિતી આપવા અપીલ કરી છે.

Published On - 7:55 am, Sun, 8 January 23

Next Video