Breaking News : દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર થયેલા હુમલાના વિરોધમાં ગુજરાતની તમામ પાલિકાના ચીફ ઓફિસર માસ CL પર ઉતર્યા, હુમલાખોરની કરાઇ ધરપકડ, જૂઓ Video

|

Sep 06, 2023 | 10:32 AM

દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થતા પાલિકાના કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. પાલિકા પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ પંચાલે ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાને માર માર્યાનો આરોપ છે. ગઇકાલે દાહોદ અને દેવગઢબારીઆ પાલિકાના કર્મીઓ કામથી અડગા રહ્યા હતા. વારંવાર સરકારી કર્મીઓ ઉપર હુમલા થતા પાલિકાના કર્મચારીઓમાં રોષે ભરાયા છે.

Gandhinagar : આજે ગુજરાતની તમામ પાલિકાના ચીફ ઓફિસર (Chief Officer) માસ સીએલ (Mass CL) પર ઉતરી ગયા છે. દાહોદ નગરપાલિકાના પ્રમુખના પતિએ ચીફ ઓફિસર પર હુમલો કર્યાનો આરોપ છે. ત્યારે આ તમામ ચીફ ઓફિસર દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર થયેલા હુમલાનો વિરોધ દર્શાવશે. નગરપલિકાના ચીફ ઓફિસર માસ સીએલ પર જતા કામકાજ અટકી જશે. તમામ નગરપાલિકાના વહીવટી અઘિકારીઓ અને કર્મચારીઓ પણ રજા પર ઉતરી ગયા છે.

આ પણ વાંચો-Rajkot : જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોની કરી અટકાયત, જૂઓ Video

મહત્વનું છે કે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થતા પાલિકાના કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. પાલિકા પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ પંચાલે ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાને માર માર્યાનો આરોપ છે. ગઇકાલે દાહોદ અને દેવગઢબારીઆ પાલિકાના કર્મીઓ કામથી અડગા રહ્યા હતા. વારંવાર સરકારી કર્મીઓ ઉપર હુમલા થતા પાલિકાના કર્મચારીઓમાં રોષે ભરાયા છે.ભૂગર્ભ ગટરની વિઝીટને લઇને બન્ને વચ્ચે મારામારી થઈ હતી. જે પછી ચીફ ઓફિસરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ગઇકાલે દાહોદ અને દેવગઢબારિયામાં પાલિકાના કર્મચારીઓ વિરોધ દર્શાવ્યા બાદ આજે સમગ્ર ગુજરાતના પાલિકાના કર્મચારીઓ કામકાજથી અળગા રહીને વિરોધ દર્શાવશે.

બીજી તરફ દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ બી ડિવિઝન પોલીસે વહેલી સવારે જ તેની ધરપકડ કરી છે. બે દિવસ અગાઉ પ્રમુખના પતિએ ચીફ ઓફિસરને માર માર્યો હોવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video