દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થતા પાલિકાના કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો. પાલિકા પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ પંચાલે ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાને માર માર્યાનો આરોપ છે. જેથી દાહોદ અને દેવગઢબારીઆ પાલિકાના કર્મીઓ કામથી અડગા રહ્યા હતા. વારંવાર સરકારી કર્મીઓ ઉપર હુમલા થતા પાલિકાના કર્મચારીઓમાં રોષે ભરાયા. ભુગર્ભ ગટરની વિઝીટને લઇને બન્ને વચ્ચે મારામારી થઈ હતી.