Mehsana : માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં આપ્યું મોટું નિવેદન, જુઓ Video

Mehsana : માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં આપ્યું મોટું નિવેદન, જુઓ Video

| Edited By: | Updated on: Jul 31, 2023 | 7:21 AM

આજના સમયમાં યુવાઓ પુખ્ત થતા જ પોતાની મરજીથી લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જતા હોય છે. ત્યારે માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે.

Mehsana : આજના સમયમાં યુવાઓ પુખ્ત થતા જ પોતાની મરજીથી લગ્ન (Marriage) કરવા માટે ઘરેથી ભાગી જતા હોય છે. ત્યારે માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બંધારણ ન નડે તે રીતે અભ્યાસ કરીશું તેમજ પ્રેમલગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી રીતે વ્યવસ્થા કરવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો Mehsana: ધરોઈ ડેમમાં પાણીની આવક વધી, 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયુ- જુઓ Video

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ યુવા પેઢીને આવું પગલું ભરતા અટકાવવા માટે મહેસાણામાં સામાજિક આગેવાને અનોખું અભિયાન શરૂ કર્યું હતું. મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખે જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી. તો પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાતને સમર્થન આપ્યું છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો