Chhotaudepur: સંખેડા નજીકથી પસાર થતી નદીના કિનારા ધોવાયા, મંદિરનો પાછળનો એક ભાગ થયો ધરાશાયી, જુઓ VIDEO

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે સંખેડા નજીકથી પસાર થતી ઉચ્છ નદીના કિનારા ધોવાઈ ગયા છે. સાથે જ નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના પગલે સ્થાનિક લોકો નદીમાં ઉતરીને પાર કરવા મજબૂર બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:18 PM

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે સંખેડા નજીકથી પસાર થતી ઉચ્છ નદીના કિનારા ધોવાઈ ગયા છે. સાથે જ નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના પગલે સ્થાનિક લોકો નદીમાં ઉતરીને પાર કરવા મજબૂર બન્યા છે. સાથે જ કિનારા પર આવેલા મહાદેવ મંદિરનો પાછળનો ભાગ પણ ભારે વરસાદને પગલે ધરાશાયી થઈ ગયો છે. જિલ્લામાં તમામ નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જેના પગલે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આગામી પાંચ દિવસ રહેશે અતિભારે

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">