Chhota udepur: દુકાનની બહાર રાખેલા સામાનમાં એક વ્યક્તિએ લગાવી આગ, જુઓ સમગ્ર ઘટના આ વીડિયોમાં

|

Jan 23, 2022 | 9:03 AM

મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની ઘટના છોટા ઉેદપુરમાં વારંવાર બનતી હોવાથી દુકાનના માલિકે પહેલેથી દુકાન બહાર CCTV લગાવ્યા હતા. જેથી તેમના દુકાનના સામાનમાં આગ લાગવાની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

છોટાઉદેપુર (Chhota udepur) ના બોડેલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અગાઉ પણ અસામાજિક તત્વોના આતંકની અનેક ઘટનાઓ સામે આવેલી છે ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં આવી જ એક ઘટના ફરી સામે આવી છે. અસામાજિક તત્વોએ એક દુકાન (Shop)ની બહાર રાખેલો દુકાનનો સામાન રાત્રે સળગાવી (Fire) દીધો હોય તેના CCTV સામે આવ્યા છે.

છોટાઉદેપુરના બોડેલીમાં દુકાનની બહાર રાખેલા માલને સળગાવતો વ્યક્તિ CCTVમાં જોવા મળ્યો છે. છોટાઉદેપુરના બોડેલીના બજારમાં દુકાનની બહાર પાઈપનો જથ્થો રાખવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન એક વ્યક્તિ આ પાઇપના જથ્થા પર પહેલા પેટ્રોલ છાંટતો જોવા મળે છે. બાદમાં આ વ્યક્તિ જથ્થામાં આગ લગાડતો હોવાનું CCTVમાં સ્પષ્ટ જોવા મળે છે.

CCTVમાં જોવા મળે છે કે એક વ્યક્તિ પેટ્રોલ છાંટ્યા પછી પાઇપના જથ્થામાં માચીસથી આગ લગાવીને ભાગવાનો પ્રયાસ કરે છે. અચાનક જુએ છે કે આગ નથી લાગી તો ફરી થોડા પાછા આવીને ફરીથી માચીસથી આગ લગાવીને ત્યાંથી ઝડપથી ફરાર થઇ જાય છે.

મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની ઘટના છોટા ઉેદપુરમાં વારંવાર બનતી હોવાથી દુકાનના માલિકે પહેલેથી દુકાન બહાર CCTV લગાવ્યા હતા. જેથી તેમના દુકાનના સામાનમાં આગ લાગવાની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો-

Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

આ પણ વાંચો-

પોરબંદરઃ સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી, 16માંથી 8 ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ

 

Next Video