વડોદરાના હરણી તળાવની ઘટના બાદ તંત્ર એક્શનમાં, દાહોદના છાબ તળાવમાં ચાલતી બોટિંગ સેવા બંધ
દહોદના છાબ તળાવમાં ચાલતી બોટિંગ સેવા બંધ કરવામાં આવી છે. TV9ના રિયાલીટી ચેકમાં સેફ્ટી બોટમાં યાંત્રિક ખામી સામે આવી હતી. ત્યારબાદ આ બોટનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો જ્યાં સુધી બોટિંગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બોટિંગ સેવા બંધ રાખવામાં આવશે.
વડોદરાના હરણી તળાવમાં બનેલી ઘટના બાદ રાજ્યનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે દહોદના છાબ તળાવમાં ચાલતી બોટિંગ સેવા બંધ કરવામાં આવી છે. TV9ના રિયાલીટી ચેકમાં સેફ્ટી બોટમાં યાંત્રિક ખામી સામે આવી હતી.
ત્યારબાદ આ બોટનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો જ્યાં સુધી બોટિંગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બોટિંગ સેવા બંધ રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સ્માર્ટ સીટી અંતર્ગત સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવને ડેવલપ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો વડોદરા : બોટ દુર્ઘટનાના ભૂલકાઓના પ્રવાસની છેલ્લી યાદગીરીની તસ્વીરો જુઓ
Latest Videos