Rajkot Video: લોધિકાના રાતૈયાની નદીમાં છોડાયુ કેમિકલયુક્ત પાણી, ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન
મેઘ મહેર વચ્ચે રાજકોટના લોધિકાના રાતૈયાની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટના સામે આવી છે. રાજકોટના મેટોડા GIDCની અલગ અલગ ફેકટરીમાંથી પાણી છોડાયા છે. કેમિકલયુક્ત પાણી ડેમ સુધી પહોંચ્યુ છે. રાતૈયા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પાણીના તળ ખરાબ થયા છે. જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
Rajkot : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો આજે છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મેઘ મહેર વચ્ચે રાજકોટના લોધિકાના રાતૈયાની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટના સામે આવી છે.
રાજકોટના મેટોડા GIDCની અલગ અલગ ફેકટરીમાંથી પાણી છોડાયા છે. કેમિકલયુક્ત પાણી ડેમ સુધી પહોંચ્યુ છે. રાતૈયા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પાણીના તળ ખરાબ થયા છે. જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
તો આ અગાઉ પણ રાજકોટની મોજ નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટના બની હતી. મોજ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાણીનો રંગ જ બદલાઈ ગયો હતો અને મોજ નદીનું નિર્મળ જળ, સ્વચ્છ જળ, રંગીન બની ગયુ હતુ. સ્થાનિકોનું માનીએ તો આ વિસ્તારના ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યુ હતુ.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
