Botad: બરવાળા ઝેરી દારૂ કેસ મામલે ચાર્જશીટની કામગીરી પૂર્ણ

| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:10 PM

એમોસ (AMOS) કંપનીના ડિરેક્ટરોએ જયેશને છેલ્લા ચાર વર્ષમાં 35 લાખથી વધુ પગાર ચુકવ્યો અને લાયકાત ન હોવા છતાં તેને કેમિકલનું સંચાલન સોંપી બેદરકારી દાખવી હતી. ચાર્જશીટમાં બરવાળાના બૂટલેગર સંજયની ભૂમિકા પણ મહત્વની દર્શાવાઇ છે.

બોટાદ (Botad) ઝેરી દારૂકાંડમાં (Hooch Tragedy) પોલીસ તરફથી ચાર્જશીટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને વિસેરાનો રિપોર્ટ આવતા જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચાર્જશીટમાં AMOS કંપનીના ચારેય ડિરેક્ટરને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી પરવાના વાળા મિથેનોલ (Methanol) ઉપરાંત નાઇટ્રો બેજીંન કાર્બનિક અને ઈથાઈલ એસીટેટ નામનું કેમિકલ પણ મળ્યું હતું જે ગેરકાયદે ફેક્ટરીમાં રખાયું હતું.

એમોસ (AMOS) કંપનીના ડિરેક્ટરોએ જયેશને છેલ્લા ચાર વર્ષમાં 35 લાખથી વધુ પગાર ચુકવ્યો અને લાયકાત ન હોવા છતાં તેને કેમિકલનું સંચાલન સોંપી બેદરકારી દાખવી હતી. તો ચાર્જશીટમાં બરવાળાના બૂટલેગર સંજયની ભૂમિકા પણ મહત્વની દર્શાવાઇ છે.  સંજયે જ મિથેનોલ નાના બૂટલેગરોને સપ્લાય કર્યુ હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, બરવાળા ઝેરી દારૂ કેસ મુદ્દે બોટાદની સેશન્સ કોર્ટમાં (Sessions Court) 6 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાઈ હતી. આગામી 10 ઓગસ્ટે હવે આગોતરા જામીન અંગે ચુકાદો જાહેર થશે.ઉલ્લેખનીય છે કે,AMOS કંપનીના સમીર પટેલ સહિત 5 આરોપીએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

સેશન્સ કોર્ટમાં અરજીને લઈ હીયરીંગ હતું. જેમાં સરકારી વકીલ તરીકે ઉત્પલ દવે હાજર રહ્યા હતા. આ પૂર્વે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી હતી.

રોજ થઈ રહ્યા છે નવા ખૂલાસા

બોટાદની ઘટનામાંરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં ગત રોજ મહિલા સહિત 7 આરોપીઓ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, બુટલેગરોએ બોગસ નામથી મોબાઇલ સીમકાર્ડ ખરીદ્યા હતા. સાથે જ આર્થિક લાભ માટે કાવતરૂ રચ્યાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે,બરવાળા પોલીસ મથકના પી.આઇ. જ ફરીયાદી બન્યા છે.