રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર, છાપરવાડી-2 ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

|

Sep 12, 2022 | 8:49 AM

ડેમમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા 7 જેટલા ગામના રહીશોને નદીના પટમાં ના જવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર, છાપરવાડી-2 ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
Vasavadi river

Follow us on

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ છેલ્લા બે- ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot)  જિલ્લામાં પણ ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે જેતપુર ગામ પાસે આવેલ છાપરવાડી 2 ડેમ (Chaparvadi-2 dam)ઓવરફલો થયો છે. તો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 2700 ક્યુસેક આવક સામે 2700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા 7 જેટલા ગામના રહીશોને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યભરના ડેમો છલકાયા

ચોમાસુ હાલ અંતિમ ચરણમાં છે,ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ વરસાદ (Rain) થયો છે. વરસાદના છેલ્લા રાઉન્ડ વચ્ચે રાજ્યના 207 ડેમમાં સરેરાશ 88.37 ટકા પાણીનો સંગ્રહ. રાજ્યના સંપૂર્ણ ભરાઈ ગયેલા 107 ડેમ હાઈએલર્ટ પર છે. જેમાં સૌરાષ્ટ્રના 41, કચ્છના 11 અને દક્ષિણ ગુજરાતના 8 ડેમનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે.આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર,(Saurashtra) પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Article