વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:26 AM

વલસાડના આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કમોસમી વરસાદના કારણે કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો થયો છે. વલસાડના આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કમોસમી વરસાદના કારણે કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો :Valsad : તિથલમાં જીવના જોખમે સહેલાણીઓ મોજ માણતા જોવા મળ્યાં, જુઓ Video

તો બીજી તરફ વડોદરાના ડેસર તાલુકામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તો ત્રણ જેટલા વીજપોલ પણ તૂટ્યા ગયા હતા. ભર ઉનાળામાં મુશાળધાર વરસાદના કારણે વાંટા, ડેસર, ડુંગરીપુરા, ઇટવાડમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી મળી હતી.

ડુંગરીપુરા માર્ગ પર ત્રણ વીજપોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાયો હોવાનું પણ સામે આવી છે. વાવાઝોડા સાથે વરસાદ થતા બાજરીનો ઉભો પાક ઢળી પડ્યો હતો. તો વાંટા ગામે ગોડાઉનના પતરા ઉડતા તમાકુની 200 ગુણો પલળી ગઈ હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">