સુરતમાં વાતાવરણમાં પલટો : ભર ઉનાળે વરસાદ વરસ્યો, જુઓ વીડિયો

|

Apr 26, 2024 | 11:14 AM

સુરત : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી છે. વરસાદનું જોર નબળું રહયું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.

ખેતી નિષ્ણાંત નિર્મલસિંહ યાદવ અનુસાર વરસાદ ઓછો હોવાથી ખેતીને ખાસ નુકસાન પહોંચશે નહિ જોકે વાતાવરણના પલ્ટાની થોડી અસર ચોક્કસપણે જોવા મળશે.

આ પણ વાંચો : નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર : આ કારણે મીઠી મધુરી કેરીની સીઝન બગડવાનો ભય દેખાઈ રહ્યો છે, જુઓ વીડિયો

Next Video