બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં અન્ય વિવાદ સામે આવ્યો છે. વાવ થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે સહકારી માળખાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમા ધાનેરાના જડિયા ગામમાં દૂધ ડેરી દ્વારા નાગરિકોને દબાણ કરાતુ હોવાનો આક્ષેપ કરાયો હતો. થરાદ જિલલાને સમર્થન નહીં આપે તો દૂધ બંધ કરી દેવાની ચીમકી આપતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ તરફ જડિયા દૂધ મંડળીના ચેરમેન અને મંત્રીએ તમામ આક્ષેપો ફગાવ્યા છે અને નિવેદનને પાયાવિહોણુ ગણાવ્યુ છે. અભિપ્રાય માટે કોઈ દબાણ નહીં કરાયુ હોવાનો દાવે કર્યો છે. આ અંગે સ્પષ્ટતા કરી કે લોકોની સુવિધા અંગે દૂધ મંડળીમાં ફોર્મની વ્યવસ્થા કરાઈ હતી. દૂધ મંડળીમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી લેવાની પણ ચેરમેને તૈયારી બતાવી.
આ સમગ્ર વિવાદમાં જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોનામત જાણવા જનમત અરજીઓ મગાવાઈ હતી. જેમા સહકારી માળખાનો દુરુપયોગ કરી બળજબરી પૂર્વક જનમત અઅરજીઓ પર સહી લેવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે.
દુધ મંડળીમાં દબાણપૂર્વક સહી કરવાનાં આરોપ સાથે વીડિયો પણ વાયરલ થયો હતો. વાવ થરાદના સમર્થનમાં દબાણપૂર્વક સહી લેવાનાં વીડિયોમાં આક્ષેપ કરાયા હતા. જો કે જડિયા દૂધ મંડળીનાં સંચાલકોએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.