Surendranagar : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યાં સુરેન્દ્રનગરના ( Chain snatching ) ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી બે બાઈકચાલક યુવકો ફરાર થઈ ગયા હતા. ચોટીલામાં ( Chotila ) બનેલી ચેઇન સ્નેચિંગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે CCTVના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surendranagar: રસ્તા પર 2 ટ્રેકટર ચાલકોએ રેસ લગાવતા પાણી ભરેલા ખાડામાં ખાબક્યા! 12 શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા-Video
તો આ આગાઉ સુરતના પલસાણામાં ATM તોડીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ મામલે સુરત ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. સુરત ગ્રામ્ય LCBએ ચોરીના પ્રયાસના કેસમાં 4 કિશોરને ઝડપી પાડ્યા હતા.તેમજ ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલા હથિયારો પણ જપ્ત કરાયા હતા.