Surendranagar: રસ્તા પર 2 ટ્રેકટર ચાલકોએ રેસ લગાવતા પાણી ભરેલા ખાડામાં ખાબક્યા! 12 શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા-Video
સુરેન્દ્રનગરના સિયાણી ગામ પાસે બે ટ્રેક્ટર પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 12 જેટલા શ્રમિકો ભરેલ ટ્રેકટર પાણી ભરેલ ખાડામાં ખાબકતા ઈજાઓ પહોંચી છે.
સુરેન્દ્રનગરના સિયાણી ગામ પાસે બે ટ્રેક્ટર પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 12 જેટલા શ્રમિકો ભરેલ ટ્રેકટર પાણી ભરેલ ખાડામાં ખાબકતા ઈજાઓ પહોંચી છે. પાણી અને કિચડમાં શ્રમિકો અકસ્માતને લઈ ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ શ્રમિકોને બહાર નિકાળવા માટેના પ્રયાસ કર્યા હતા.
સ્થાનિકોની વાતને માનવામાં આવે તો, બંને ટ્રેક્ટરના ચાલકો દ્વારા સાંકડા અને ગ્રામ્ય રસ્તાઓ પર રેસ લગાવવામાં આવી હતી. બંને ટ્રેક્ટરના ચાલકોએ તેજ ગતિએ હંકારવાને લઈ આ અકસ્માત સર્જાયો છે. બેદરકાર ભર્યુ ઝડપી ટ્રેક્ટર હંકારવાને લઈ 12 શ્રમિકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ઘટનાને પગલે હાલતો સ્થાનિકો દ્વારા બચાવકામગીરી ત્વરીત હાથ ધરીને શ્રમિકોને પાણી ભરેલા ખાડામાંથી બહાર નિકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હવે બંને ટ્રેક્ટરના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાવાની રાહ જોવાઈ રહી છે, જેથી રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ સલામત રહે અને ઝડપી વાહનો પર નિયંત્રણ આવી શકે.
આ પણ વાંચોઃ Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!
સુરેન્દ્રનગર સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો