Gujarati Video : નડિયાદની ખાનગી ફેક્ટરીમાં ડુપ્લીકેટ હળદર પકડવા મામલે તપાસ તેજ, FSSAIની ટીમે લીધા સેમ્પલ

|

Apr 11, 2023 | 4:37 PM

Kheda News : નડિયાદ પોલીસની તપાસ દરમિયાન ડુપ્લીકેટ હળદર બનાવતી બે વિશાળ ફેક્ટરી મળી આવી છે. આ બંને ફેકટરી એક જ માલિકની હોવાનું સામે આવ્યુ હતુ.

ખેડા જિલ્લાના નડિયાદ નજીક ખાનગી ફેક્ટરીમાં ડુપ્લીકેટ હળદર પકડાવવાના કેસમાં તપાસ ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે. FSSAI ટીમ સેમ્પલ લેવા નડિયાદ પહોંચી છે. ડી દેવ કંપનીમાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પહેલા ગાંધીનગરના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત સુધી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો-અતીક અહેમદને લઈ UP પોલીસ પ્રયાગરાજ માટે થઈ રવાના, ઉમેશ પાલ હત્યા કેસ મામલે UPમાં કરાશે પૂછપરછ,જુઓ Video

નડિયાદના મિલ રોડ પર આવેલી સિલોડ ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં નકલી હળદળ તૈયાર થતી હતી. કણકીના ચોખામાં કેમિકલ લીકવીડ ઉમેરી ડુપ્લીકેટ હળદર બનાવાતી હતી. બાદમાં તેને હાઈવે પરની હોટલમાં સસ્તા ભાવે વેચી દેવાતી હતી. આ રીતે લોકોના સ્વાસ્થ સાથે ગંભીર ચેડા થતા હોવાનું સામે આવ્યું છે.

કુલ બે જગ્યાએથી ઝડપાઇ નકલી હળદરની ફેકટરી

ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને નડિયાદ પાસેના સિલોડ ગામમાંથી એમ કુલ બે જગ્યાએ ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાઈ હતી.  નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવેલા સિલોડ ગામની સીમમાં પણ ડુપ્લીકેટ હળદર બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યુ. એટલુ જ નહીં મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવેલો કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું સામે આવ્યું હતુ.

એક જ માલિકની બે ફેકટરી ઝડપાઇ

ઇન્ચાર્જ એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિલોડ ગામની સીમમાં આવેલા ફેક્ટરી પર પહોંચ્યો હતો. નડિયાદ મિલ રોડ પર આવેલા ફેક્ટરીના માલિકની જ આ ફેક્ટરી હોવાનું સામે આવ્યું હતુ. જે પછી મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવેલો કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું સામે આવ્યું હતુ.  આ પહેલા નડિયાદ ટાઉનમાં આ જ માલિકની નકલી હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.

(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, ખેડા)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Video