પૂરપાટ જતી કાર અચાનક જ હવામાં ફંગોળાઇ, બનાસકાંઠાના અકસ્માતના CCTV જોઇ તમે પણ રહી જશો દંગ, જૂઓ Video

પૂરપાટ જતી કાર અચાનક જ હવામાં ફંગોળાઇ, બનાસકાંઠાના અકસ્માતના CCTV જોઇ તમે પણ રહી જશો દંગ, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 05, 2023 | 9:54 AM

કારચાલકે અચાનક જ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપની દીવાલ સાથે અથડાઈ અને ખેતરમાં ખાબકી હતી. અકસ્માતની ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે.

Banaskantha : બનાસકાંઠામાં ધાનેરાના સામરવાડા પાસે પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત (Accident) થયો છે. પૂરપાટ જતી કાર અચાનક જ હવામાં જાણે ઉડવા લાગે છે અને સામેની દિવાલને જઇને ટકરાઇ જાય છે. કારચાલકે અચાનક જ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપની દીવાલ સાથે અથડાઈ અને ખેતરમાં ખાબકી હતી. અકસ્માતની ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે.

આ પણ વાંચો-Breaking News : પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જાણો ગુજરાત કેમ બન્યુ પહેલી પસંદ

CCTVમાં જોઈ શકાય છે કે બેફામ ઝડપે આવી રહેલ કારચાલકે કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ હતી અને પેટ્રોલ પંપની 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં ખાબકી હતી. જે પછી કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો, ત્યારે પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો