સોમા પટેલનો લેટરબોમ્બ ! પૂર્વ સાંસદે 10 દિવસ પહેલા કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો કર્યો હતો ઘટસ્ફોટ

|

May 22, 2022 | 9:26 AM

જમીન સોદા કૌભાંડના આરોપમાં કોર્ટના આદેશ બાદ CBI દ્વારા ગુજરાત કેડરના આઈએએસ કે. રાજેશની (IAS K Rajesh) ધરપકડ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે (Soma Patel) 10 દિવસ પહેલાં જ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર વિરૂદ્ધ લેટરબોમ્બ ફોડ્યો હતો. સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે.રાજેશની (IAS K Rajesh) નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો હતો સાથે જ કે.રાજેશ વિરૂદ્ધ CBI તપાસની પણ માગ કરી હતી.

જમીન કૌભાંડમાં IAS કે.રાજેશ પર સકંજો

તમને જણાવી દઈએ કે, જમીન સોદા કૌભાંડના આરોપમાં કોર્ટના આદેશ બાદ CBI દ્વારા ગુજરાત કેડરના આઈએએસ કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે કે.રાજેશને CBI (Central Bureau Investigation) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે CBI એ કે. રાજેશના કથિત મધ્યસ્થી રફિક મેમણની પણ સુરતથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે CBI કોર્ટે CBIને સવાલ કર્યો હતો કે 98 હજારની લાંચ લેનારની ધરપકડ કરવામાં આવી હોય તો…3 લાખની લાંચ લેનાર અધિકારીની ધરપકડ કેમ કરવામાં આવી નહીં ? જેના પગલે CBI એ કે. રાજેશ પર સંકજો કસ્યો છે. ઉપરાંત સુરતથી પકડાયેલા રફિક મેમણના 1 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા.

પૂર્વ સાંસદ સોમા પટેલે CM અને PM મોદીને લખ્યો હતો પત્ર

તમને જણાવવું રહ્યું કે IAS કનકપતિ રાજેશ મૂળ આંધ્રપ્રદેશના(Andhrapradesh) વતની છે અને 2011 બેચના ગુજરાત કેડરના IAS છે. કે.રાજેશ સામે કેટલાક લોકોએ કથિત જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બંદુક લાઇસન્સની મંજૂરી માટે પણ લાંચ લીધી હોવાનો અરજદારો આરોપ લગાવ્યો હતો. આ તમામ આરોપોને પગલે IAS કે.રાજેશની CBIએ ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માત્ર સુરેન્દ્રનગરમાં (Surendanagar) જ કે.રાજેશે 80 લાખની લાંચ લીધી હતી.આ બધાની વચ્ચે પૂર્વ સાંસદ સોમા પટેલે પણ CM અને PM મોદીને પત્ર લખી CBI તપાસ કરવા જણાવ્યુ હોવાની માહિતી મળી રહી છે.

Published On - 8:28 am, Sun, 22 May 22

Next Video