Dahod: RPF જવાને બાળકીનો બચાવ્યો જીવ, ચાલુ ટ્રેનમાં ચડવા જતા બાળકીનો પગ લપસ્યો, જુઓ VIDEO

|

May 20, 2022 | 5:36 PM

ચાલતી ટ્રેનમાં ચડવું એ અનેક મુસાફરો માટે જીવલેણ સાબિત થાય છે. દરેક રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ લોકો સલાહ પણ આપતાં હોય છે કે, ચાલુ ટ્રેનમાં ન ચડવું જોઈએ. ત્યારે રતલામ રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે.

Dahod: ચાલતી ટ્રેનમાં (In a moving train) ચડવું એ અનેક મુસાફરો માટે જીવલેણ સાબિત થાય છે. દરેક રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ લોકો સલાહ પણ આપતાં હોય છે કે, ચાલુ ટ્રેનમાં ન ચડવું જોઈએ. ત્યારે રતલામ રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં RPF (Railway Protection Force) જવાનની સતર્કતના કારણે એક બાળકીનો જીવ બચી ગયો. ચાલુ ટ્રેનમાં ચડવા જતાં બાળકીનો પગ લપસી ગયો હતો. જો કે ત્યાં હાજર આરપીએફ જવાન પ્રમોદ પાટીલે સમયસૂચકતા જાળવતાં બાળકીને ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.

છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગમખ્વાર અકસ્માતમાં 3 મોત

છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટના નસવાડીના વંકલા ગામ પાસે બની છે કે, જ્યાં બાઈક પર ત્ર યુવાનો સેંગપુરથી વંકલા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલા યુવકોમાં અજય ભાઈ બચુડિયા નાયક, વિકેશ બચુડિયા નાયક અને સંજય મગડીયા નાયક છે જેમાંથી બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈ છે. હાલ તો પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

દાહોદ જિલ્લામાં ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ખાનગી બસના ડ્રાઇવે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા ઉપર બસે પલટી મારી હતી. બસમાં બેઠેલા 40 પૈકી 10થી વધુ મુસાફરને ઈજા પહોંચી હતી જોકે કોઈ જાનહાની થઈ નહોતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. દાહોદ રુરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બસ અમદાવાદથી ઇન્દોર બસ જઇ રહી હતી.

Published On - 5:36 pm, Fri, 20 May 22

Next Video