TV9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પોનો (TV9 Property expo 2022) આજે બીજો દિવસ છે. અમદાવાદના (Ahmedabad) નરોડા (Naroda)વિસ્તારમાં આયોજિત ત્રિ-દિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022માં આજે બીજા દિવસે પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિકેન્ડ હોવાથી લોકો મોટી સંખ્યામાં આ એકસ્પોમાં આવી રહ્યા છે. પૂર્વ અમદાવાદના શ્રેષ્ઠ બિલ્ડર્સ એક સાથે એક જ સ્થળે ઉપલબ્ધ હોવાથી લોકોની સુવિધામાં વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની 35થી વધુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી વિશે એક જ સ્થળે માહિતી મળતી હોવાથી લોકો ખુશ છે.
TV9 ગુજરાતીનો પણ આ જ ઉદ્દેશ્ય છે કે, લોકોને પોતાના સપનાના ઘર, ઓફિસ કે જમીન માટે અલગ-અલગ જગ્યાએ ન ફરવું પડે અને એક જ છત નીચે તેમને સંપૂર્ણ અને સચોટ માહિતી મળે. તેમજ સર્વશ્રેષ્ઠ પ્રોપર્ટીની પસંદગીમાં લોકોને દુવિધા ન પડે. TV9 નો હેતુ એ પણ છે કે ખરીદદારોની સંપત્તિ વિકાસશીલ વિસ્તારોમાં હોય, એ પણ એમના બજેટમાં જ.
TV9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપોનો આજે બીજો દિવસ છે. ગઈકાલે વર્કિંગ ડે હોવા છતાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આજે વિકેન્ડ હોવાથી લોકો બહોળી સંખ્યામાં આ એક્સ્પોમાં આવી રહ્યા છે. TV9 ઉદ્દેશ્ય છે કે પૂર્વ વિસ્તારમાં લોકોને ઘર, જમીન કે ઓફિસ ખરીદવા માટે ફરવું ન પડે અને એક જ જગ્યા પરથી તેમને સંપૂર્ણ માહિતી પણ મળે તે પણ વિવિધ વિકલ્પો સાથે. મુલાકાતીઓ પણ આ પ્રોપર્ટી એક્સ્પોની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ આ એક્સ્પો દ્વારા ઘરના ઘરનું સપનું પૂરું થશે એવો આશાવાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી
આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 Live: PM મોદીએ ખોખરાધામમાં 108 ફુટની હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો