Cyclone Biporjoy: કોડીનારના મૂળદ્વારકા બંદર પર બિપરજોય વાવાઝોડાની અસરથી મકાન ધરાશાયી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 15, 2023 | 2:05 PM

વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ ગીરસોમનાથના કોડીનારમાં દરિયાની નજીકના મકાનો ધરાશાયી થવા લાગ્યા છે. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાકાંઠે મકાનો ધરાશાયી થવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Cyclone Biporjoy : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ ગીરસોમનાથના કોડીનારમાં દરિયાની નજીકના મકાનો ધરાશાયી થવા લાગ્યા છે. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાકાંઠે મકાનો ધરાશાયી થવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયાના મોજાની થપાટથી મકાન ધ્વસ્ત થઈ રહ્યા છે. આ વીડિયો પરથી જ વાવાઝોડાની ભયાનકતા આંકી શકાય છે.

આ પણ વાંચો-Biporjoy Cyclone Update: વાવાઝોડા પહેલા ભારે પવન સાથે વરસાદ, પોરબંદર, દ્વારકા અને માંડવીના દરિયાનો કરંટ વધ્યો, જુઓ Video

આ તરફ દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા પહેલા જ ભારે નુકસાન થયું છે. ત્યારે દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી થયા છે. બરાડિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજપોલ ઉખડી પડયા. બિપરજોય વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ઉખડી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો