Gujarat Video: જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના,ટાઉન પ્લાનિંગ ઓફિસરે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા

|

Jul 25, 2023 | 6:45 PM

Junagadh Building collapse case: જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી ઘટનાઓને ટાળવા માટે પ્રાયોરિટીથી શહેરની આવી જોખમી 65 ઈમારતોને ઉતારી લેવામાં આવશે.

 

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જૂનાગઢમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ જૂનાગઢ શહેરમાં મોટાભાગના રસ્તાઓ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહ વહ્યા હતા. વરસાદે રાહત લીધો ત્યાં જ એક બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે જૂનાગઢ કોર્પોરેશનમાં ખાસ બેઠક તાત્કાલિક ધોરણે યોજી હતી. જેમાં આવી ઘટનાઓને ટાળવા માટે પ્રાયોરિટીથી શહેરના 65 ઈમારતો જે જોખમી છે તેને ઉતારી લેવામાં આવશે. આ માટેની કામગીરી તુરત શરુ કરી દેવામાં આવશે.

આ દરમિયાન શહેરના ટાઉન પ્લાનીંગ અધિકારીએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. જૂનાગઢની આ ઘટનામાં જવાબદારી કોની એ હું નક્કી ના કરી શકુ એમ તેઓએ મીડિયા સમક્ષ બતાવ્યુ હતુ. ઘટનાને લઈ હવે જૂનાગઢ કોર્પોરેશને ગંભીરતાપૂર્વકની કામગીરી હાથ ધરવાની શરુઆત કરી છે અને જર્જરીત મકાનોને ઉતારી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઈમ બ્રાંચે UGVCL ની કચેરીઓમાંથી 9 ક્લાર્કની અટકાયત કરી

 જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:31 pm, Tue, 25 July 23

Next Video