Ahmedabad: BRTS અને AMTSના ભાડું યથાવત રાખવાનો નિર્ણય, મુસાફરો PAYTMથી AMTSની ટિકિટના દર ચૂકવી શકશે

|

Mar 29, 2022 | 3:30 PM

હાલ પુરતા BRTS અને AMTSના ભાડામાં કોઇ વધારો કરવામાં નહીં આવે. જે ભાડુ ચાલે છે તે જ રહેશે. ચૂંટણી (Election) આવતી હોવાથી હાલ પૂરતુ ભાડું વધારવાનું ટાળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ હવે શહેરમાં AMTS બસમાં મુસાફરો PAYTMથી ટિકિટ બૂક કરાવી શકશે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં BRTS અને AMTSમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે. કારણ કે હાલ પુરતુ BRTS અને AMTSના ભાડું યથાવત રહેશે. ટ્રાન્સપોર્ટ કમિટી (Transport Committee)ના ચેરમેને ભાડું નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે હાલ પુરતા BRTS અને AMTSના ભાડામાં કોઇ વધારો કરવામાં નહીં આવે. જે ભાડુ ચાલે છે તે જ રહેશે. ચૂંટણી (Election) આવતી હોવાથી હાલ પૂરતુ ભાડું વધારવાનું ટાળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ હવે શહેરમાં મુસાફરો PAYTMથી AMTSની ટિકિટના દર ચૂકવી શકશે.

મહત્વનું છે કે દર વર્ષે ઇંધણના વધતા-ઘટતા ભાવને ધ્યાને રાખી ભાડામાં વધારા ઘટાડાનો નિર્ણય કરવામાં આવે છે. દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા માર્ચ મહિનામાં ભાડામાં વધારા ઘટાડાનો નિર્ણય કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલમાં સતત વધી રહ્યા હોવા છતા પણ BRTS અને AMTSના ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જેને લઇને આ નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય માનવામાં આવે છે.

તો બીજી તરફ અમદાવાદ શહેરમાં મુસાફરો PAYTMથી AMTSની ટિકિટના દર ચૂકવી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને કેશલેસ ટિકિટિંની સુવિધા મળશે. AMTS દ્વારા તમામ બસોમાં કેશલેસ ટિકિટ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે AMTS બસમાં મુસાફરો PAYTMથી ટિકિટના નાણા આપી શકશે. જે નાગરિક પ્રથમવાર PAYTMથી ટિકિટ લેશે. તેને એકવાર ફ્રી મુસાફરીનો લાભ મળશે. મહત્વનું છે કે AMTS દ્વારા નવી 10 CNG બસોનું લોકાર્પણ કાર્યક્રમમાં આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો-

Gandhinagar: રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો ફરીથી પ્રારંભ, શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી યોજના શરુ કરાવી

આ પણ વાંચો-

Gujarat Assembly Election 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાની તૈયારી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કમળ પકડી શકે છે

Next Video