Ahmedabad: ગુરુકુળ રોડ પર વ્હાઈટ ટોપિંગ રોડ તોડવાનો મુદ્દો, કામના પૈસા અધિકારીઓના પગારમાંથી કાપવાની માગ, જુઓ Video

અમદાવાદમાં ગુરુકુળ રોડ પર વ્હાઇટ ટોપિંગ રોડ તોડવાને મુદે રાજકાર ગરમાયું છે. રોડ બન્યા પછી ગણતરીના દિવસોમાં તોડવા બાબતે AMC સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. અધિકારીઓના પગારમાંથી આ કામના પૈસા વસૂલવા માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:29 PM

Ahmedabad: ગુરુકુળ રોડ પર વ્હાઈટ ટોપિંગ રોડ તોડવા મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે રોડનું નિરીક્ષણ કરીને સત્તાધીશો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. શહેઝાદખાન પઠાણે કહ્યું કે કોર્પોરેશને કોઈપણ આયોજન વિના રોડની કામગીરી કરી છે. જ્યારે રોડ બનાવાયો ત્યારે વાહવાહી લેવામાં આવતી હતી. પરંતુ રોડનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તેને તોડી નાખવામાં આવ્યો છે. આ અધિકારીઓનું મિસ મેનેજમેન્ટ નથી પણ કામચોરી છે. તેમણે આક્ષેપ કર્યો કે કોર્પોરેશનનો રોડ અને બિલ્ડિંગ વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad માં ઝાયડસ હોસ્પિટલ નજીક મંદિર તોડવાની કામગીરીનો વીએચપીએ વિરોધ કર્યો

બીજી તરફ મુશ્કેલીનો સામનો કરી રહેલા સ્થાનિકોએ પણ કોર્પોરેશનની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે જ્યારે વેરો વસૂલવાનો હોય ત્યારે શોધતા આવી જાય છે. પરંતુ હવે આ ખોટા ખર્ચાનો તેમની પાસે કોઈ જવાબ નથી. તેમણે આ કામના પૈસા અધિકારીઓના પગારમાંથી કાપવાની માગ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">