Breaking Video: બેફામ વાહન હંકારતા તત્વોને ગૃહપ્રધાને આપી સલાહ, થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો: હર્ષ સંઘવી

| Edited By: | Updated on: Aug 19, 2023 | 2:00 PM

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી બેફામ વાહન હંકારતા તત્વોને આઝાદીનો ગેરલાભ ન ઉઠાવવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ વિનંતી કરી કે જો થ્રિલ અને સ્ટંટનો બહુ શોખ હોય તો તેમણે આર્મીમાં જોડાવુ જોઈએ.

Surat : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી છે. તેમને જણાવ્યુ છે કે થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો, રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવો. બેફામ વાહન હંકારતા તત્વોને આ સલાહ સાથે ગર્ભીત ઇશારો કર્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી બેફામ વાહન હંકારતા તત્વોને આઝાદીનો ગેરલાભ ન ઉઠાવવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : Surat: સુરતના મોરાભાગળ કાર ચાલક BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘુસ્યો, સર્જાયો અકસ્માત, જુઓ Video

હર્ષ સંઘવીએ વિનંતી કરી કે જો થ્રિલ અને સ્ટંટનો બહુ શોખ હોય તો તેમણે આર્મીમાં જોડાવુ જોઈએ. અથવા તો સારા ડૉક્ટર બનીને સમાજની સેવા કરો, ટેક્નોલોજી દ્વારા રાજ્યના વિકાસમાં સહભાગી બનો. પરંતુ તમને મળેલી આઝાદીનો ગેરલાભ ન ઉઠાવો. આ પ્રકારનું નિવેદન ગૃહ પ્રધાને જાહેર કાર્યક્રમના મંચ પરથી આપ્યુ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.