વલસાડના પારડી તાલુકામાં નેશનલ હાઇવે 48 પર ગંભીર દુર્ઘટના સર્જાઈ, જ્યાં ગટરનું ઢાંકણ તૂટી પડતા એક યુવક અંદર ખાબક્યો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઘટનાએ તંત્રની નબળી કામગીરી અને ખુલ્લા બાંધકામ મુદ્દે મોટા સવાલો ઊભા કર્યા છે, જ્યારે સ્થાનિકોમાં ભારે રોષ સાથે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં નેશનલ હાઇવે 48 પરની એક અજીબોગરીબ અને વહીવટી તંત્રની નબળી કામગીરી ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. રોડ પરની ગટર પરના ઢાંકણા પર ઊભેલો એક યુવક અચાનક જ ગટરમાં ખાબકે છે. આ યુવકની સ્થિતિ હાલ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. ગટરમાં પડતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર યુવક ફોન પર વાત કરતા હતા, ત્યારે અચાનક ગટરનું ઢાંકણ પળવારમાં તૂટી પડતાં તે અંદર ખાબક્યો. ઘટના એટલી ગંભીર બની હતી કે ઈજાગ્રસ્તની હાલત નાજુક હોવાનું જાણવામાં આવ્યું છે.
સ્થાનિક લોકો અને સ્થાનિક સંસ્થાઓએ ખુલ્લા અને નબળા બાંધકામને લઈને તંત્ર પર ભારે રોષ વ્યક્ત કર્યો છે.લોકોએ કહ્યું કે વહીવટી તંત્રની નબળી કામગીરીના કારણે સ્થાનિકો અને ચાલકો માટે આ વિસ્તારમાં ગંભીર જોખમ ઊભું થાય છે. ઘટનાના પગલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી, પરિસ્થિતિને કાબૂમાં લાવવા પ્રયાસ કરી રહી છે. હાલમાં ગટરનું ઢાંકણ અને સુરક્ષા વ્યવસ્થા તપાસ હેઠળ છે, અને હાઇવે પર આગામી દિવસોમાં સુરક્ષા મજબૂત કરવામાં આવી રહી છે. સ્થાનિકો તેમજ વાહનચાલકોને પણ સાવધ રહેવાની હિદ્ધા આપવામાં આવી છે. આ ઘટના રાજ્યમાં તંત્રની નિષ્ફળતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે, ખાસ કરીને જાહેર માર્ગો અને જાહેર સુરક્ષા માટે.
આ પણ વાંચો-Breaking News : ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો, 21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video