Breaking News : સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સનું આયોજન, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી રહ્યા હાજર, જુઓ Video

| Updated on: May 01, 2026 | 2:28 PM

‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-રાજ્યના અગ્રણીઓની વિશેષ હાજરી જોવા મળી રહી છે. આ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે

સુરત શહેરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-રાજ્યના અગ્રણીઓની વિશેષ હાજરી જોવા મળી રહી છે. આ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે, જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં જોડાયા છે.

સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ

‘વિકસિત ભારત 2047’ના વિઝનને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ પહેલનો મુખ્ય હેતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સમન્વિત વિકાસને નવી દિશા આપવાનો છે. કૉન્ફરન્સમાં ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને નવી ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

ઉદ્યોગસાહસિકતા સાથે જોડાયા પ્રોજેક્ટનું પ્રદર્શન

આ સાથે જ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકતા સાથે જોડાયેલી વિવિધ પ્રોજેક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ એક્ઝિબિશન રોકાણકારો અને ઉદ્યોગકારો માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યું છે.

રોજગારીના નવા અવસર ઉભા થશે

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન મળવા સાથે રોજગારીના નવા અવસર ઉભા થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા દુકાનદાર અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us