Breaking News : વડોદરામાં વેજ બિરિયાનીના ઓર્ડર બદલામાં ગ્રાહકને ઘરે નોનવેજ બિરિયાની પહોંચી, હોબાળો મચ્યો, જુઓ Video

| Updated on: Jul 15, 2026 | 1:12 PM

આજની ભાગદોડ ભરી લાઈફમાં લોકોને સ્વાદિષ્ટ નહી પરંતુ હોટલોમાં મળતું ફુડ વધારે પસંદ આવે છે. પરંતુ ક્યારેક આવી ઘટનાઓમાં તેને કડવો અનુભવ પણ થાય છે. વડોદરામાં વેજ બિરિયાનીના ઓર્ડરમાં ગ્રાહકને ઘરે નોનવેજ બિરિયાની પહોંચતા હંગામો મચ્યો છે.

આજકાલ લોકો ઓનલાઈન ફુડ ઓર્ડર વધુ કરવા લાગ્યા છે. લોકોને ઘરનું જમવાનું ભાવતું નથી. એટલા માટે મોટો ચાર્જ આપી રેસ્ટોરન્ટમાંથી ફુડ પાર્સલ મંગાવે છે. ક્યારેક આ પાર્સલમાંથી જીવાતો નીકળે છે તો ક્યારેક ફુડ વાસી આવે છે. કેટલીક ઘટનાઓ તો એવી પણ સામે આવી છે કે, જેમાં ગ્રાહકે વેજનો ઓર્ડર કર્યો હોય અને ઘરે નોન વેજ પાર્સલ આવે છે. આવી ઘટના હાલ વડોદરામાંથી સામે આવી છે.

ગ્રાહકે હોબાળો મચાવ્યો

વડોદરા શહેરમાં નટુભાઇ સર્કલ સ્થિત બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકે વેજ મંગાવ્યું અને રેસ્ટોરન્ટે નોન વેજની ડિલિવરી કરી હતી. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને રેસ્ટોરન્ટનો કડવો અનુભવ થયો છે. નારાજ ગ્રાહકે કોલ્સ કર્યા છતાં રેસ્ટોરન્ટે ફોન ન ઉપાડ્યા હતા. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે રેસ્ટોરન્ટમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે,“હું બ્રાહ્મણ છું, તો મારા ઘરે નોન વેજ કેમ મોકલ્યું?”

નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

એક ગ્રાહકનો આક્ષેપ છે કે વેજ બિરિયાની માટે તેમણે પૂરા 410 રૂપિયા ચુકવ્યા હતા. જો કે તેમના ઓર્ડરની સામે ઘરે જે ઓર્ડર પહોંચ્યો તેની કિંમત 150 રૂપિયા હતી અને ઉપરથી તે નોનવેજ હતું. સમગ્ર મામલે તેમણે ડિલિવરી બોયને ફરિયાદ કરી તો તેણે રેસ્ટોરન્ટમાં વાત કરો કહી હાથ ખંખેરી દીધાં. જે બાદ તેમણે રેસ્ટોરન્ટ પર અનેક કોલ કર્યા છતાં કોઈ જ જવાબ ન મળ્યો.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.