જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હોબાળો થયો. વર કન્યાપક્ષના લોકોએ કરિયાવરને લઈને હોબાળો કર્યો. તેમનો આક્ષેપ છે કે 22 હજાર રૂપિયા ભરવા છતા કરિયાવર ન આપતા રોષ જોવા મળ્યો હતો. વર કન્યા માટે કોઈ પ્રકારની સુવિધા પણ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વર કન્યા બંને પક્ષનો આરોપ છે કે તેમને પૈસા ભરવા છતા હજુ સુધી કરિયાવર મળ્યો નથી. તેમણે 22 હજાર રૂપિયા ભર્યા છે પરંતુ સમૂહ લગ્નના આયોજક તેમને બસ તારીખ પર તારીખ આપ્યા કરે છે. પહેલા તેમને 15 તારીખે કરિયાવર આપવાની વાત કરી હતી પરંતુ આજ સુધી તેમને કરિયાવર અપાયો નથી. જ્યારે બીજી તરફ વર કન્યા પક્ષના લોકો પણ કરિયાવર લઈને જ જવાની જીદ પર અડેલા છે. તેમનુ કહેવુ છે કે જ્યાં સુધી તેમને કરિયાવર નહીં આપે ત્યાં સુધી તેઓ ત્યાંથી હલશે. તેઓ કરિયાવર લીધા વિના તો જશે જ નહી.
આ તરફ આયોજક પક્ષ તરફથી તેમને લગ્ન બાદ આવતીકાલે કરિયાવર ભરી જવાનુ કહેવામાં આવી રહ્યુ છે પરંતુ તેની સાથે વર કન્યાપક્ષના લોકો સહમત નથી. તેમને આયોજકો પર વિશ્વાર પણ નથી કે તેઓે તેમને કરિયાવર આપશે. બંને પક્ષોનો આરોપ છે કે આયોજક પક્ષ તેમને કેટલાય દિવસોથી તારીખો જ આપી રહ્યો છે આથી આજે તો તેઓ કરિયાવર લઈને જ રહેશે.
વરકન્યા પક્ષે આયોજક અશોકભાઈને પણ સ્થળ પર બોલાવવાની માગ કરી. તેમનુ કહેવુ છે કે તેમને અહીં બોલાવો અને અમને કરિયાવર અપાવો તો જ અમે અહીંથી હટશુ. ત્યારે કરિયાવરને લઈને લગ્નનો પ્રસંગ વધુ ઉગ્ર બન્યો છે. બીજી તરફ સમૂહલગ્નના આયોજકો સામે પણ વરકન્યા પક્ષના લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી. વર કન્યાને પણ કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી. તેમનુ કહેવુ છે કે જો તેમને આવી બધી અગાઉથી જાણ હોત તો તેઓ સમૂહ લગ્ન માટે તૈયાર જ ન થાત
ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ
જુનાગઢ સહિત ગુજરાત ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:08 pm, Mon, 22 May 23