Breaking News : ભરૂચમાં કેન્દ્રીય એજન્સીઓના ધામા, સુરતમાં ઝડપાયેલી સોનાની દાણચોરીની તપાસનો ધમધમાટ ભરૂચ સુધી પહોંચ્યો હોવાનો અંદાજ, જુઓ Video

|

Jul 21, 2023 | 2:09 PM

Breaking News : વાલિયા તાલુકામાં કેન્દ્રીય એજન્સીની ટીમએ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ રેડ સુરતમાં તાજેતરમાં ઝડપાયેલા ૨૫ કરોડના સોનાની દાણચોરી સાથે સંલગ્ન હોવાની ચર્ચા છે.જોકે હજુસુધી મામલાને કોઈ સત્તવાર માહિતી સામે આવી નથી.

Breaking News : વાલિયા તાલુકામાં કેન્દ્રીય એજન્સીની ટીમએ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ રેડ સુરતમાં તાજેતરમાં ઝડપાયેલા ૨૫ કરોડના સોનાની દાણચોરી સાથે સંલગ્ન હોવાની ચર્ચા છે.જોકે હજુસુધી મામલાની કોઈ સત્તવાર માહિતી સામે આવી નથી.આ બાબતે કોઈ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી.

સ્થાનિક પોલીસના સૂત્રોની હલચલ જોવા મળી રહી છે પરંતુ આખા મામલે એકપણ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે વાલિયા તાલુકામાં જે શખ્શની પૂછપરછ ચાલી રહી છે તે સોનાના વેપાર સાથે સંકળાયેલો અને વારંવાર વિદેશ જતો હોવાની માહિતી સાંપડી રહી છે જોકે ટીમ ક્યાં મામલાને લઈ તપાસ કરી રહી છે તે સત્તવાર માહિતી જાહેર થયા બાદજ સામે આવી શકે તેમ છે.

કરોડોની ગોલ્ડ પેસ્ટ ઝડપાયા બાદ ભરૂચની કડીનો ઉલ્લેખ થયો હતો

સુરત શહેરમાં રહેતા ભરૂચના વતની એક વર્ષથી સિન્ડિકેટનો ભાગ હોવાનું ગોલ્ડ સ્મગલીંગના મામલામાં જણાવા મળ્યું હતું. સૂત્રો અનુસાર સુરતના રીસીવર દ્વારા સોનું ભેગું કરીને તેને મુંબઈમાં મોકલાતું હતું.

સુરતમાં ઝડપાયેલી સોનાની દાણચોરીના કેસમાં ભરૂચ તરફ તપાસનો રેલો લંબાયો હોવાનો અંદાજ છે. કેટલાક સ્થાનિકો અનુસાર આજે સવારથી વાલિયા તાલુકાના કોંઢ ગામમાં પોલીસની હલચલ વધુ જણાઈ રહી છે.

સ્થાનિક પોલીસનું મૌન

વાલિયા તાલુકામાં ભરૂચ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓની દોડધામના અહેવાલ વચ્ચે ભરૂચ જિલ્લાની સ્થાનિક પોલીસ, બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓને પોલીસની દોડધામ વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવતા તમામે આ મામલે વાત કરવાનું ટાળ્યું હતું.

હવાલાની કડીઓ તપાસના સાણસામાં ?

એક સ્થાનિકે  નામ ન આપવાની શરતે કહ્યું હતું કે તપાસ એજન્સીઓ દ્વારા જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે તે સોના અને નાણાંકીય લેવડ-દેવડના  મામલાઓમાં સક્રિય રહ્યા  હોવાનું અગાઉ ધ્યાને આવ્યું હતું.

તંત્રનું હજુ કોઈ સત્તાવાર નિવેદન નહીં

આખા બનાવને લઈ સ્થાનિક પોલીસ અને બહારની એજન્સીઓ તરફથી હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી. પોલીસ તપાસ ચાલી રહી હોવાનું નજરે પડી રહ્યું છે જોકે ક્યાં મામલે આ આખી તપાસ ચાલી રહી છે તે બાબતે માત્ર તર્ક લગાવવામાં આવી રહ્યા છે. હકીકત માટે સત્તવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

Published On - 12:12 pm, Fri, 21 July 23

Next Video