Breaking Video : શિવજીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારામાં ઠાસરા પોલીસે 8 લોકોની કરી અટકાયત, ઘટનામાં ત્રણ ફરિયાદ દાખલ

| Edited By: | Updated on: Sep 16, 2023 | 8:29 AM

ખેડાના ઠાસરામાં ગઈ કાલે પથ્થરમારોની ઘટના બની હતી. જેમાં ઠાસરા પોલીસે 8 લોકોની અટકાયત કરી છે. જ્યારે ઠાસરા પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિન્દુ ફરિયાદીએ 4 મુસ્લિમ લોકોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને અન્ય 70 મુસ્લિમ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

Kheda : ખેડાના ઠાસરામાં ગઈ કાલે પથ્થરમારોની ઘટના બની હતી. જેમાં પોલીસે 8 લોકોની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનામાં કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઠાસરા પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિન્દુ ફરિયાદીએ 4 મુસ્લિમ લોકોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને અન્ય 70 મુસ્લિમ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Kheda : મા ખોડિયારનું અપમાન કરનાર વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આખરે માફી માગવી પડી, જુઓ Video

શિવજીની શોભાયાત્રામાં મુસ્લિમ લોકોએ પથ્થરમાર્યો કર્યાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુસ્લિમ ફરિયાદીએ 1500 હિન્દુઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તો તેમને મદરેસા અને દરગાહ સહિત વાહનોને નુક્સાન પહોંચાડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

ઠાસરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુદા-જુદા વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ઠાસરા પોલીસ સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખી રહી છે.

 ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 16, 2023 08:20 AM