Breaking News: આફ્રિકામાં 45 કરોડની તોતિંગ ખંડણી ચૂકવ્યા બાદ આખરે મુક્ત થયા સુરતના હીરા વેપારી, 3 મહિના સુધી રખાયા હતા બંધક

| Updated on: Jul 16, 2026 | 1:36 PM

પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી રહસ્યમય રીતે ગુમ થયેલા સુરતના ડાયમંડ કિંગ ધીરુ રામાણી આખરે 3 મહિના બાદ મુક્ત થયા છે. કટ્ટરપંથીઓ દ્વારા 100 કરોડની માંગણી સામે 45 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવવામાં આવતા અપહરણકર્તાઓએ તેમને છોડી મૂક્યા.

સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા એક મોટા સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા છે. સુરતના જાણીતા 75 વર્ષીય ડાયમંડ કિંગ ધીરુ રામાણી ત્યાંથી રહસ્યમય રીતે ગુમ થયા હતા, જેમનું કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરાયું હોવાની આશંકા હતી. તેમની સાથે અન્ય 3 ભારતીયોના અપહરણની પણ શંકા સેવાઈ રહી હતી.

આ ચકચારી ઘટનામાં અત્યારે મળતી જાણકારી મુજબ, હીરા વેપારીને ખંડણી લઈને આખરે મુક્ત કરી દેવામાં આવ્યા છે. કટ્ટરપંથી સંસ્થા દ્વારા પરિવાર પાસે શરૂઆતમાં 100 કરોડ રૂપિયાની મોટી ખંડણી માગવામાં આવી હોવાની વાત સામે આવી હતી.

જો કે, આખરે 45 કરોડ રૂપિયાની તોતિંગ રકમ ચૂકવવામાં આવતા જ અપહરણકર્તાઓ દ્વારા વેપારીને સહીસલામત છોડી મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હીરા વેપારીને છેલ્લા ત્રણ મહિનાથી અપહરણ કરીને બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. આ મોટી રકમની ચુકવણી બાદ વેપારી મુક્ત થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

ગરુડ વૃક્ષ ભગાડશે સાપ અને આ અનોખું પાન છોડાવશે દારૂની લત: જાણો પ્રકૃતિના આ જાદુઈ ખજાના વિશે-જુઓ Video

Published on: Jul 16, 2026 01:31 PM
Follow Us