Breaking News : અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, દૂધ-પૌઆની અને પૂનમ ભરવાની તિથિ અંગે મંદિરના પૂજારીએ કરી સ્પષ્ટતા

Breaking News : અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, દૂધ-પૌઆની અને પૂનમ ભરવાની તિથિ અંગે મંદિરના પૂજારીએ કરી સ્પષ્ટતા

| Edited By: | Updated on: Oct 25, 2026 | 12:50 PM

તિથિના ક્ષયને કારણે આ વર્ષે અંબાજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણીને લઈને અનોખો સંયોગ સર્જાયો છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબરે દૂધ-પૌંઆની શરદ પૂનમ મનાવવામાં આવશે.

અંબાજી મંદિરમાં તિથિના ક્ષય અને ફેરફારના કારણે આ વર્ષે શક્તિપીઠ અંબાજીમાં શરદ પૂનમની ઉજવણી બે દિવસ કરવામાં આવશે. વ્રતની પૂનમ અને દૂધ-પૌંઆની શરદ પૂનમ 25 ઓક્ટોબરે મનાવવામાં આવશે, જ્યારે પૂનમ ભરવા માટે અંબાજી આવતા ભક્તો 26 ઓક્ટોબરની તિથિને અનુસરશે. તિથિ અંગે ભક્તોમાં મૂંઝવણ ઊભી થતાં મંદિરના પૂજારીએ સ્પષ્ટતા કરીને માર્ગદર્શન આપ્યું છે.

25 ઓક્ટોબરે વ્રત અને દૂધ-પૌંઆની શરદ પૂનમ

તિથિના ક્ષયને કારણે આ વર્ષે અંબાજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણીને લઈને અનોખો સંયોગ સર્જાયો છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબરે દૂધ-પૌંઆની શરદ પૂનમ મનાવવામાં આવશે. આ ઉપરાંત, વ્રત કરનારા શ્રદ્ધાળુઓ માટે પણ પૂનમની તિથિ 25 ઓક્ટોબર ગણાશે.

26 ઓક્ટોબરે પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન કરી શકશે

અંબાજીમાં પૂનમ ભરવા આવતા ભક્તો માટે 26 ઓક્ટોબરની તિથિ માન્ય ગણાશે. આ દિવસે સવારે 6:00 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. જેથી માતાજીનાં દર્શન કરવા અને પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓ આ તારીખને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરી શકે.

મંદિરના પૂજારીએ ભક્તોને કરી અપીલ

શરદ પૂનમની ઉજવણી અને વ્રતની તિથિ અંગેની અસમંજસ દૂર કરતાં મંદિરના પૂજારીએ ભક્તોને અપીલ કરી છે કે વ્રત કરનારા શ્રદ્ધાળુઓએ 25 ઓક્ટોબરની તિથિને ધ્યાનમાં રાખવી, જ્યારે માતાજીનાં દર્શન અને પૂનમ ભરવા માટે અંબાજી આવતા ભક્તોએ 26 ઓક્ટોબરને અનુસરવું.

તિથિના ફેરફારને કારણે આ વર્ષે અંબાજીમાં બે દિવસ શરદ પૂનમની ઉજવણીનો અનોખો સંયોગ જોવા મળશે. મંદિર તરફથી કરવામાં આવેલી સ્પષ્ટતાને પગલે ભક્તોને પોતાની ધાર્મિક વિધિઓ અને યાત્રાનું આયોજન કરવામાં સરળતા રહેશે.

Breaking News : દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ, કેટલીક મોડી પડશે, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Oct 25, 2026 12:49 PM
Follow Us
Loading...
Unable to load recommendations.