Breaking News: અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, BRTSની 10 જેટલી રેલિંગને નુકસાન, જુઓ Video
મળતી માહિતી મુજબ, નરોડા ફ્રૂટ માર્કેટ નજીકથી પસાર થઈ રહેલો ટ્રક બેકાબૂ બન્યો હતો. બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવાને કારણે ટ્રક BRTS કોરિડોરની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માત બાદ રેલિંગને મોટું નુકસાન થયું હતું.
અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ પાસે મોડી રાત્રે ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટના એક ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી BRTS રેલિંગ સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે BRTSની આશરે 10 જેટલી રેલિંગને નુકસાન પહોંચ્યું હતું.
બેફામ ટ્રક ચાલકનો આતંક
મળતી માહિતી મુજબ, નરોડા ફ્રૂટ માર્કેટ નજીકથી પસાર થઈ રહેલો ટ્રક બેકાબૂ બન્યો હતો. બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવાને કારણે ટ્રક BRTS કોરિડોરની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માત બાદ રેલિંગને મોટું નુકસાન થયું હતું.
વાહનચાલકોમાં ભયનો માહોલ
સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો, જેના કારણે માર્ગ પર વાહનવ્યવહાર ઓછો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, અકસ્માતના કારણે અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
10 જેટલી રેલિંગને નુકસાન પહોચાડ્યું
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બેફામ ઝડપે આવી રહેલો ટ્રક BRTSની રેલિંગ સાથે અથડાતો જોવા મળે છે. અકસ્માત બાદ સ્થાનિક સ્તરે ટ્રક ચાલકની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.
નરોડા ફ્રૂટ માર્કેટ તરફના આ માર્ગ પર અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર બનતા અકસ્માતોને પગલે માર્ગ પર વાહનચાલકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ત્યારે બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી અને અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
